વાંકાનેર તાલુકા સહકારી ખરીદવેચાણ સંઘની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ  

આ મતદાર યાદી માટે ૨૭ જાન્યુઆરી સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે

 

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા તેમની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

        આ મતદાર યાદી (૧) પ્રાંત કચેરીતાલુકા સેવા સદનબીજો માળરાજકોટ રોડવાંકાનેર, (૨) જિલ્લા રજિસ્ટ્રારસહકારી મંડળીઓની કચેરીજિલ્લા સેવા સદનબીજો માળશોભેશ્વર રોડમોરબી, (૩) શ્રી વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરીદાણાપીઠવાંકાનેર ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ મતદારયાદી અન્વયે દાવા-વાંધાઓ ૨૭/૦૧/૨૦૨૩ સુધીમાં વાંકાનેર પ્રાંત કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. જે દાવા-વાંધાઓનો વાંકાનેર પ્રાંત કચેરી ખાતે ૦૩/૦૨/૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે.

આ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી  ૦૬/૦૨/૨૦૨૩ ના રોજ (૧) પ્રાંત કચેરીતાલુકા સેવા સદનબીજો માળરાજકોટ રોડવાંકાનેર, (૨) જિલ્લા રજિસ્ટ્રારસહકારી મંડળીઓની કચેરીજિલ્લા સેવા સદનબીજો માળશોભેશ્વર રોડમોરબી, (૩) શ્રી વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરીદાણાપીઠવાંકાનેર ખાતે કરવામાં આવનાર છે તેવું ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.

 

Comments
Loading...
WhatsApp chat