પ્રાંસલા દુર્ઘટનાનો ભોગ બનેલી વિદ્યાર્થીનીના પરિવારને સહાય ચેક અર્પણ

પ્રાંસલા ખાતે દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવા પહોંચેલા વિદ્યાથીઓ સાથે દુર્ઘટના સર્જાઈ હતી અને આગ ફાટી નીકળતા આગમાં મોરબીની વિદ્યાર્થીની પણ ભોગ બની હોય જેના પરિવારને મુખ્યમંત્રી રાહતફંડમાંથી ૪ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

પ્રાંસલા શિબિરમાં લાગેલી આગમાં મોરબીની કૃપાલી દવે નામની હતભાગી વિદ્યાર્થીની આગની ઝપેટમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું જેને પગલે પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજી ઉપરાંત અનેક અગ્રણીઓએ તેના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ શિબિરમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલી કૃપાલીના પરિવારને રાહતફંડમાંથી સહાય આપવા મોરબી જીલ્લા કલેકટર અને મામલતદારની ટીમે કરેલી ખાતાકીય કાર્યવાહીને પગલે મૃતક કૃપાલીના પિતા અશોકભાઈ દવેને મામલતદારના હસ્તે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ૪ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat