


મોરબી જીલ્લામાં તા. ૦૬ થી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ ટંકારા તાલુકાના વિવિધ ગામોને કેટલાક ગામોમાં ઉગ્ર વિરોધ બાદ મોરબીમાં પણ વિરોધના વંટોળ સર્જાયા છે. અગાઉ મોરબીના મહેન્દ્રનગર ગામમાં રથને પ્રવેશ મળ્યો ના હતો તો આજે રથયાત્રા ખાનપર ગામે પહોંચી હતી જોકે ગામના યુવાનોનું એંક ટોળું અગાઉથી જ ગામના પાદરમાં ઉપસ્થિત હતું જેને રથયાત્રા આવી પહોંચતા જ તેને ગામમાં પ્રવેશ કરતા અટકાવીને થાળી વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો.

