Billboard ad 1150*250 Billboard ad 1150*250

પ્રમોશન મેળવનાર પોલીસ કર્મીઓનો સ્ટાર અને જી.પી સિમ્બોલ એનાયત

દિવાળીના પર્વ નિમિતે મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા જીલ્લાના નવ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું જે તમામ પોલીસકર્મીઓને સ્ટાર અને જી.પી.સિમ્બોલ તેમજ નાળિયેર પડો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એન.જે. રાણા દ્વારા એ.એસ.આઈ તરીકે બઢતી પામનાર મામદભાઇ માકલેટભાઇ સીદી, અશોકભાઈ પિતામ્બરભાઈ દેત્રોજા, બાબુભાઇ નાનજીભાઈ વાઘેલા, ધીરજલાલ પ્રભાતભાઈ રાઠોડ અને એમ.પી.જોશીને સ્ટાર અને જી.પી.સિમ્બોલ એનાયત કરવામાં આવ્યા હતા.

તો  હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મેળવનાર દિનેશભાઇ હનાભાઈ બાવળિયા, જુવાનસિંહ ભરતસિંહ ઝાલા, જનકભાઈ બચુભાઇ કુગશિયા નાળિયેર પડો આપી સન્માન કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.તેમજ મોરબી એ ડીવીઝન પોલીસ મથક ખાતે મણીલાલ ગામેતીને પણ સ્ટાર અને જી.પી સિમ્બોલ એનાયત કરવામાં આવ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat