વિદેશોમાં જોરશોરથી પ્રચાર બાદ હવે દેશમાં વાઈબ્રન્ટ સિરામિકનું પ્રમોશન

કલકત્તા ખાતે માર્બલ અને ગ્રેનાઈટ એશોસીએશન તેમજ ટાઈલ્સ એસોસીએશનના મેમ્બરો સાથે તાજેતરમાં વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમીટ ૨૦૧૭ ના પ્રમોશન માટે મીટીંગમાં એશો. પ્રમુખ નીલેશ જેતપરિયા હાજરી આપી હતી. આ મીટીંગમાં ૧૦૦ થી વધુ વેપારીઓએ ઉપસ્થિત રહીને એક્ઝ્હીબિશનની માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર જ ૪૦ થી વધુ મેમ્બરોએ એક્ઝ્હીબીશનમાં ઉપસ્થિત રહેવા માટે રજીસ્ટ્રશન કરાવ્યું હતું. તે ઉપરાંત આં બેઠકમાં કલકત્તા એસોસીએશન અને મોરબી સિરામિક એસોસીએશન વચ્ચે એક્ઝ્હીબીશનમાં એમઓયુ સાઈન કરવામાં આવશે જેમાં કોઈપણ વેપારી જો પેમેન્ટ ખોટું કરશે તો બંને એશો. મીટીંગ યોજીને તે ઈશ્યુ ને સોલ્વ કરવામાં આવશે. આમ વાઈબ્રન્ટ એક્સ્પોના પ્રમોશન સાથે સિરામિક એકમોના પેમેન્ટ ફસાઈ જવા સહિતના પ્રશ્નોના નિરાકરણ લાવવા પણ મોરબી સિરામિક એસોસીએશન સતત કાર્યરત છે. કલકત્તા ખાતેથી પણ વેપારીઓ એક્સ્પોમાં ઉપસ્થિત રહેશે.

Comments
Loading...
WhatsApp chat