હળવદના પનોતા પુત્ર રાજદીપસિંહ ઝાલાને ડીએસપીનું પ્રમોશન


હળવદ તાલુકા ના પનોતા પુત્ર શ્રી રાજદીપસિંહ એન. ઝાલા સાહેબ ને નાયબ પોલીસ અધિક્ષક માંથી પોલીસ અધિક્ષક તરીકે નું પ્રમોશન મળતાં તેમને લાખ લાખ અભિનંદન . શ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબ આવી જ રીતે હળવદ નું નામ રોશન કરતા રહે તેવી પરમાત્મા અને માઁ ભારતી ના ચરણો માં પ્રાર્થના તેમના મિત્રો અને સ્નેહીઓ કરી રહ્યા છે. શ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબ અતિ મહત્વ ની જવાબદારી સમાં ક્રાઈમ બ્રાન્ચ માં ડી.સી.પી બનવા બદલ તેમના શુભેચ્છકો અને મિત્રો દ્વારા અભિનંદનનો ધોધ વરસાવવામાં આવી રહ્યો છે. રાજદીપસિંહ ઝાલાએ મોરબી જીલ્લામાં ડીવાયએસપી તરીકે પણ સેવાઓ આપી છે. તેમના કાર્યકાળમાં અનેક ગુન્હાઓના ભેદ ઉકેલી ગુનેગારોને સજા સુધી પહોંચાડવામાં રાજદીપસિંહ ઝાલાની સુઝબુઝ અને લગન તેમના સાથી કર્મચારીઓ માટે પણ પ્રેરણા સમાન બની રહી છે. રાજદીપસિહ ઝાલાના પ્રમોશનથી હળવદ તેમજ મોરબી જીલ્લા પોલીસ પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. હળવદ ભાજપના અગ્રણી તપનભાઇ દવે સહિતના આગેવાનો પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.