

ડ્રીમ મશીન,કોનિઁગ એંટરટેનમેંટ, ડ્રીમ ઈન્ટરનેશનલ ના બેનર પર બનેલ ફિલ્મ ગેમ ઓવર હિન્દી ફિલ્મ ની ટીમ મોરબીમા ભાઈ-ભાઈ ગ્રૂપ આયોજીત શ્રી ઉમા નવરાત્રી તેમજ પાટીદાર નવરાત્રી મહોત્સવ મોરબી ખાતે ફિલ્મ ના પ્રમોશન માટે ગેમ ઓવર ની ટીમ આવી પહોંચી હતી આ તકે ખેલૈયાઓ ને ફિલ્મ ના સોંગ એંટરટેનમેંટ અને ગરબા સાથે જુમી ઉઠ્યા હતા ફિલ્મ કલાકાર ગુર્લીન ચોપડા, પ્રવેશીકા ચૌહાણ, પ્રસાદ શિખરે, અરહમ અબ્બાસી, જીસાન ખાન સાથે લોકો સેલ્ફી લેવા માટે ઉત્સાહિત થયા હતા ફિલ્મ ના ડિરેક્ટર પરેશ વિનોદરાય સવાણી તેમજ ટંકારા મોરબી ના જ પ્રોડયુસર ડી.વાસુ, પ્રકાશ ધોરીયાણી, રૂપેશ કાસુન્દ્રા, મુકેશ માકાસણા હાજર રહ્યા હતા ગેમ ઓવર મુવી 13 ઓકટોબર ના રોજ રિલીઝ થવાની છે.આ ફિલ્મની સ્પોન્સરશીપ ઈડન હીલ દ્વારા આપવામાં આવી છે. જે એંટરટેનમેંટ,ડ્રામા,થ્રિલર, અને રોમાન્સ થી ભરપૂર છે ગેમ ઓવર ની ટીમ તેમજ ફિલ્મ ના પ્રોડ્યૂસર ડી.વાસુ એ ગેમ ઓવર ફિલ્મ જોવાની લોકો ને અપીલ કરી હતી