વાંકાનેરમાં આવેલ વૃદ્ધાશ્રમના અંતેવાસીએ કર્યા તેજસ્વી વિદ્યાર્થીનીઓ ને પુરસ્કૃત

વાંકાનેરમાં છેલ્લા થોડાક વર્ષો થી ચાલી રહેલા શ્રી મચ્છુ કઠીયા વૃદ્ધાશ્રમ ના અંતેવાસી દ્વારા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ ને તેઓના સહયોગ થી તેનીઓએ રમતગમત તેમજ શૈક્ષણિક પ્રવૃતિમાં મેળવેલી સિદ્ધિને બિરદાવી એક અનોખો દાખલો બેસાડ્યો હતો. વિદ્યાભારતી શાળાની વિદ્યાર્થીનીઓ ને શિલ્ડ અર્પણ કર્યા
વાંકાનેર સ્થિત વૃધ્દ્ધાશ્રમ માં રહેતા બુજુર્ગ શ્રી જામસિંહ જાડેજા એ પોતાની અને તેની સાથે રહેતા તેના આ મિત્રોની લાગણી એવી મુકેલી કે અમારી પાસે જે કૈક પણ મૂડી છે તેમાંથી અને તેનાથી અમારે સમાજમાં કૈક જુદીજ પ્રવૃતિઓ કરતી બાળાઓ કે જે તેના જીવનમાં ખુબજ જરૂરી છે તેને અમારે( અંતેવાસીઓએ) સન્માનિત કરવી છે. આવી લાગણી બતાવતા જ વાંકાનેર સ્થિત સંસ્કૃતિ અને જીવનના સાચા મુલ્યો ની સિંચન કરતી વિદ્યા ભરતી સંકુલે તેઓની લાગણી ને માં આપવાનું સ્વીકાર્યું.
વિદ્યાભારતી ની એલ.કે.સંઘવીના પ્રધાનાચાર્ય(ઈન્ચા.) દર્શનાબેન જાની અને સંસ્થાના લલીતભાઈ મહેતા, અમરસીભાઈ માધવી એ સંકુલ ની વિદ્યાર્થીનીઓ ને ત્યાં વૃદ્ધાશ્રમ માં લઇ જઈને બાળાઓ વચ્ચે એવી સ્પર્ધાઓ યોજી કે જે શૈક્ષણિક ની સાથોસાથ તેના સર્વાંગી વિકાસ માટે પણ જીવન માં ઉપયોગી નીવડે, જેવી કે ભારત નાટ્યમ, ચિત્રકામ, મહેંદી,વકૃત્વ સ્પર્ધા, સુગમ સંગીત તેમજ વેસ્ટ માંથી બેસ્ટ જેવી વિવિધ પ્રવૃતિઓ ની સ્પર્ધાઓ ત્યાં જ યોજી.
આશરે ૫ થી ૬ કલાક ના સમયગાળા માટે ચાલેલી આ વિવિધ પ્રવૃત્તિ-સ્પર્ધાઓ જોઈ ત્યાં રહેતા અંતેવાસીઓ પણ તેમાં સાથે મશગુલ થઇ પળભર માટે તેઓ પોતાના પરિવાર થી અલગ છે તે ભૂલી ગયા હતા અને તેઓએ પણ સાથે ભાગ લઇ મોજ મજા માણી હતી. સૌથી છેલ્લે આ જામસિંહજી જાડેજા અને તેના સાથીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ ને શિલ્ડ આપી જીવનમાં સદાય આગળ વધો અને પરિવાર ને એક રાખો તેવા ભીની આખે આશીર્વાદ આપ્યા હતા.
બોક્ષ.
વિદ્યાર્થીનીઓ એ વડીલોનું કર્યું પૂજન
આજના સમય માં પરિવારના મોભી નું શું મહત્વ અને માન સન્માન છે તેના ઉદાહરણ રૂપ સંકુલની બાળાઓએ દરેક વડીલોનું પૂજન કરી તેઓને પોતાના પરિવાર ના જ સદસ્ય ગણી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંતેવાસીઓ સાથે સંકુલના સદસ્યો અને વિધાર્થીનીઓ પણ રડી પડ્યા
જીવન ના અંતિમ તબક્કામાં એકલવાયું જીવન ગળતા આ અંતેવાસીઓ સાથે વિદ્યાર્થીનીઓ અને સદસ્યોએ વિતાવેલી આ ક્ષણો બાદ તેઓને વિદાય આપતી વેળાએ વૃધ્દ્ધાશ્રમ ના તમામ વડીલો અને બાળાઓ સહીત ઉપસ્થિત તમામ વ્યક્તિઓ ચોધાર આશુ રોકી શક્યા ન હતા.

Comments
Loading...
WhatsApp chat