


મોરબીના ટાઉનહોલ ખાતે આજે બપોરના સમયે સાંસદના અધ્યક્ષસ્થાને ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ ગ્રામ શક્તિ અભિયાન યોજવામાં આવશે જેમાં માજી ધારાસભ્યો સહિતના અગ્રણી હાજરી આપશે
ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજે તા. ૨૮ ના રોજ બપોરે ૦૨ : ૩૦ કલાકે ટાઉન હોલ મોરબી ખાતે ગ્રામ શક્તિ અભિયાન યોજાશે જેના અધ્યક્ષસ્થાને સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપરાંત માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, બાવનજીભાઈ મેતલિયા, જયંતીભાઈ કવાડિયા, વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી અને હળવદ ભાજપ અગ્રણી જેરામભાઈ, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા મહામંત્રી હિરેન પારેખ અને મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલ સહિતના અગ્રણીઓ હાજરી આપશે
સમારોહમાં ગ્રામ કેન્દ્ર સરકારની યોજના હેઠળ લાભાર્થીઓને ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું જે અભિયાન સરકાર ચલાવે છે તેની માહિતી આપવામાં આવશે તેમજ ઉજાલા બલ્બ વિતરણ કરાશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે તેમ જીલ્લા ભાજપ મીડિયા સેલની યાદી જણાવે છે

