મોટાભેલા ગામમાં ગુજરાત ઇકોલોજી કમિશન-ગાંધીનગર દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે કાર્યક્રમ


મોટાભેલા ગામમાં ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા “To live eco-friendly as a way of life” પર તાલીમ સેમીનાર માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રજાજનોએ મહત્વની જાણકારી મેળવી હતી.
તેમાં ગામમાં પાણીનો નિકાલ, ઘન કચરાનો નિકાલ, સ્વચ્છતા , વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરે જેવા જેવા મહત્વના મૂદા પર ચર્ચા કરી હતી. ગ્રામજનોએ ગામમા રહેલા પર્યાવરણ સંબંધી સમસ્યાઓમા પોતાના કીંમતી સુચનો આપેલા હતા. ગ્રામજનો આ તાલીમ મેળવ્યા બાદ પર્યાવરણ જાળવણીની પ્રતીક્ષા લીધી હતી