Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં વીજતંત્રની દરોડા કાર્યવાહી, જાણો કેટલી વીજચોરી ઝડપાઈ ?

મોરબી જીલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા આજે દરોડા કરવામાં આવ્યા હતા. વીજચોરી રોકવા માટે કરેલી કાર્યવાહીમાં ૧૫ ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૬૪ કનેક્શનમાં કુલ ૮.૪૦ લાખની વીજચોરી ઝડપાઈ હતી.

વર્તુળ કચેરી મોરબી દ્વારા આજે શનાળા અને પીપળીયા સબ ડીવીઝન વિસ્તારના ૧૫ ગામોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ ગામોના કુલ ૪૬૨ વીજકનેકશનોના ચેકિંગ કરવામાં આવ્યા હતા જે ચેકિંગ દરમિયાન કુલ ૬૪ કનેકશનોમાં ગેરરીતી ઝડપાઈ હતી અને ૮.૪૦ લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat