મોરબી નગરપાલિકાના પ્રમુખના વોર્ડ સહિતના લત્તાવાસીઓનો કચેરીએ મોરચો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પીવાનું પાણી, ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નો

        મોરબી પંથકમાં ચોમાસાની સીઝનમાં પીવાના પાણીની હાલાકી જોવા મળી રહી છે અને પાલિકા કચેરીએ ટોળાશાહીના દ્રશ્યો સામાન્ય બની ગયા છે જેમાં આજે પાલિકાના પ્રમુખના વોર્ડ સહિતના વિસ્તારની મહિલાઓએ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો

        મોરબીના વાવડી રોડ પરની ન્યુ કુબેર સોસાયટીના રહીશો આજે પાલિકા કચેરી પહોંચ્યા હતા અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું હતું કે ન્યુ કુબેર, શ્રદ્ધાપાર્ક, મારૂતિનગર, કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે અને ચાર માસ પૂર્વે રજૂઆત કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે તે ઉપરાંત મોરબીના પાલિકા પ્રમુખના વોર્ડની મહિલાઓનું ટોળું પણ પાણીના પ્રશ્ને કચેરીએ આવીને હલ્લાબોલ કર્યું હતું અને કચેરીએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો મોરબીના ન્યુ કુબેર સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને કરેલી રજૂઆતને પગલે ચીફ ઓફિસર સાગર રાડિયાએ લત્તાવાસીઓને તેમની સોસાયટી પાલિકાના કાર્યક્ષેત્રમાં નહિ પરંતુ પાણી પુરવઠા બોર્ડમાં આવતું હોવાનું લેખિતમાં જવાબ આપ્યો હતો તો લત્તાવાસીઓનું ટોળું બાદમાં જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યું હતું

પાલિકાના કાર્યક્ષેત્રમાં ના હોવા છતાં સફાઈ કરાવી

        ભૂગર્ભ ગટરના પ્રશ્ને ટોળાએ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો ત્યારે પાલિકાના કાર્યક્ષેત્રમાં ના હોવા છતાં પાલિકા ચીફ ઓફિસરે લોકોની સમસ્યાને ધ્યાને લઈને ભૂગર્ભ સફાઈ માટે ગાડી મોકલી હતી અને સફાઈ કરાવવા ખાતરી આપી હતી  

Comments
Loading...
WhatsApp chat