મોરબી જીલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્યે પાણી અને રસ્તાના પ્રશ્નો ઉઠાવ્યા

મોરબી જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તાજેતરમાં મળી હતી જેમાં મોરબી અને માળિયા વિસ્તારમાં રસ્તા અને પાણીના પ્રશ્નો સાથે વિકાસકાર્યો અંગે ધારાસભ્યએ તંત્રમાં રજૂઆત કરી હતી

મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ સંકલન અને ફરિયાદ સમિતિમાં વિવિધ મુદે રજુઆતો કરી હતી જેમાં રસ્તા, પાણી અને ગામતળને લગતા પ્રશ્નો ઉઠાવ્યા હતા તે ઉપરાંત મોરબીના રંગપર, કેશવનગર, જીવાપર, ઝીકીયારી, ચકમપરના બિસ્માર માર્ગો તાકીદે રીપેર કરવા ઉપરાંત મોરબી-કૃષ્ણનગર- ગુંગણ માર્ગના કામનું ટેન્કર તાકીદે બહાર પાડી રીપેરીંગ કરવું, માળિયા નગરપાલિકાના ગટરના પ્રશ્નો ઉકેલવા, મોરબીના સો ઓરડી વિસ્તારમાં રસ્તાના કામો થતા ના હોય જે વિલંબ નિવારવા, ન્યુ પેલેસ પાસેના રેલ્વે ક્રોસિંગને પહોળું કરી ટ્રાફિક સમસ્યા નિવારવા જણાવ્યું છે

માળિયાના માણાબા વિજયનગર રેલ્વે દ્વારા બંધ કરેલ સીમમાર્ગ ખુલ્લો કરવા, રોહીશાળાના બ્રોડગેજ ફાટકને ચાલુ રાખવા, નાના ભેલા તરઘરી રોડ તાકીદે મેટલનો બનાવી ડામર પટ્ટી સહિતના કામને અગ્રતા આપવા, નેશનલ હાઈવેથી ગળા સુધીના માર્ગની સીસીરોડની માંગણી અંગે દરખાસ્ત કરવા, વેણાસરની આંગણવાડીનું મકાન રીપેર કરવા, ન્યુ નવલખી અલગ ગ્રામ પંચાયત કરવા અને ગામતળ નિયત કરવા જેવા વિવિધ મુદાઓ અંગે જે તે વિભાગના અધિકારીઓ સાથે છણાવટ કરી લોક સમસ્યાને સમયસર ઉકેલવા અંગે ચર્ચા કરી હતી

Comments
Loading...
WhatsApp chat