Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં સમાવિષ્ટ આમરણના ૧૪ ગામો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવો ઘાટ, Video

0 99
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સરકારી ઓળખ અને રહેણાંક પુરાવા ફેરફારમાં ધાંધિયા

Post ad 3

        મોરબીને જીલ્લો બનાવાતા જામનગર જીલ્લાના છેવાડામાં આવેલ આમરણ ચોવીસીના ૧૪ ગામોનો મોરબી જીલ્લામાં સમાવેશ કરાયો છે જોકે મોરબી જીલ્લામાં સમાવેલા ૧૪ ગામો ઉલ માથું ચૂલમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણકે જીલ્લો બન્યાને છ વર્ષ વીત્યા બાદ હજુ આ ગામો પરેશાની ભોગવી રહ્યા છે

        મોરબીના આમરણ પંથકના ૧૪ ગામોની મુશ્કેલી અંગે આજે વિસ્તારના આગેવાન મેહુલભાઈ ગાંભવાની આગેવાનીમાં કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો થયા બાદ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના ૧૪ ગામો આમરણ, ઝીન્ઝુંડા, રાજપર, ફડસર, બેલા, રામપર, ઊંટબેટ સામપર, ખારચીયા, કેરાલી, ફાટસર, jivapar, બાદનપર, ધૂળકોટ અને કોયલી ગામો ૨૦૧૩ માં મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં સમાવેશ થયો છે

આ ગામોની પ્રાદેશિક હકુમત ફેરફાર થતા લોકોના આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડ જેવા મૂળભૂત પુરાવા જીલ્લા ફેરફાર થયા અંગે પુરાવા મોરબી જીલ્લા, તાલુકાનો ઉલ્લેખ કરવા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી આ પુરવામાં સુધારા કરવાની કાર્યવાહી ૧૪ ગામોની પંચાયત કચેરીમાં કરવામાં આવે જેથી વૃદ્ધ અને નિરક્ષર વ્યક્તિઓને પણ સુગમતા રહે તેવી માંગ કરવામાં આવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat