Billboard ad 1150*250

મોરબી સતવારા સમાજ દ્રારા વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાયો.

0 1,536

મોરબી સતવારા સમાજના તમામ વિદ્યાર્થીઓ તેમજ  વિદ્યાર્થીનીઓનો સન્માન સમારંભ ૨૦૧૭  અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ આ તા.૨૭ ના રોજ યોજાયો.જેમા સમિતીના પ્રમુખ ગોકળદાસ પરમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થીત રહેલ, કાર્યક્મ ની શરુઆત  શિવણ ક્લાસની બાળાઓએ પ્રાર્થના ગીત ગાય ને શરુ કરેલ બાદ માં કાર્યક્રમનું સંચાલન સમિતી એ નક્કી કર્યા મુજબ એલ.એમ.કંઝારીયા આગળ વધારેલ જેમા દાતાઓનું સન્માન તેમજ વિધાર્થીઓને ધગસ અને લગન થી મહેનત કરીને યોગ્ય પરીણામ મેળવી ને સમાજનું ગૌરવ વધારવા જણાવેલ. ધોરણ ૯ નવ અને તે ઉપરના અભ્યાસમાં વાર્ષિક પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનાર દિકરા – દિકરીઓને ઇનામ આપી પ્રોત્સાહન આપવા માં આવ્યા. ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ સાંસ્ક્રતિક કાર્યક્રમ અંતર્ગત ગોકુળનગરની સતવારા સમાજની બાળાઓ “ભોળા ભરવાડ મને…” રાસ રજુ કરેલ , કે જેઓ જે. એ. પટેલ મહિલા કોલેજ ની વિદ્યાર્થીનીઓ છે તેઓ રાસ ગરબા સ્પર્ધામાં તાલુકા લેવલે પ્રથમ આવ્યા બાદ ડીસ્ટ્રીક્ટ લેવલે પણ પ્રથમ આવેલ અને હવે સ્ટેટ લેવલે વડોદરામાં યોજાનાર કાર્યક્રમ માં ભાગ લેવા જનાર છે તો તેમને પણ પ્રોત્સાહન આપવા માં આવેલ હતું. જેમાં સતવારા સમાજના કાર્યકર્તાઓ આ કાર્યકર્મ સફળ બનાવવા ખુબજ જહેમત ઉઢાવી હતી.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat