


મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા આગામી દિવસોમાં ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવનાર છે જેના ફોર્મ મેળવવા માટે સંસ્થા દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે
મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ જગદીશચંદ્ર ભટ્ટ અને મહામંત્રી હિમાંશુ વ્યાસની યાદી જણાવે છે કે ઇનામ વિતરણના ફોર્મ સોમવારે અને ગુરુવારના રોજ સાંજે ૦૫ : ૩૦ થી ૦૬ : ૩૦ કલાક સુધી સ્વીકારવામાં આવે છે જે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૩૧-૦૭ છે અને ત્યારબાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ જેની દરેક સભ્યોએ નોંધ લેવા યાદીમાં જણાવ્યું છે.

