હળવદ નજીક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા પાંચને ઈજા, VIDEO

 

 

હળવદ માળિયા હાઈવે પર અકસ્માતોની વણઝારમાં વધુ એક અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જેમાં ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા બસમાં સવાર પાંચને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ ચલાવી છે

 

અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકના દેવળિયા પાસે આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં અમદાવાદથી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ જી.જે. ૧૪ એક્સ ૯૬૯૩ કોઈ કારણોસર પલટી ગઈ હતી જેને પગલે બસમાં સવાર ૫ જેટલા મુસાફરો ને ઈજા થઇ હતી

 

બસ પલટી મારી ગયાના બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે બસ પલટી મારી જવાનું કારણ જાણી સકાયું નથી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

 

Comments
Loading...
WhatsApp chat