


પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને વેગવંતુ બનાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આજે પાસ ટીમ દ્વારા આપેલા શાળા બંધ એલાનને પગલે મોરબીની ખાનગી શાળાઓ શાળા બંધમાં જોડાઈ હતી અને વિદ્યાર્થીઓ ઉપવાસમાં જોડાયા હતા
મોરબીમાં આજે શાળા કોલેજ બંધ એલાનને પગલે વિદ્યાર્થીઓ ખાનગી શાળા બંધ કરાવવા માટેની અપીલને પગલે ખાનગી શાળા સંચાલકોએ સહયોગ આપ્યો હતો અને મોટાભાગની ખાનગી શાળાઓ બંધ રહી હતી અને વિદ્યાર્થીઓ નવા બસ સ્ટેન્ડ નજીક ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા ઉપવાસ આંદોલનમાં વિદ્યાર્થીઓ, યુવાનો જોડાયા હતા અને રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો