દિવાળી પૂર્વે જીએસટીની તડાફડી, મોરબીમાં ૩૨ ડીફોલ્ટરની તપાસ અને ૯.૧૦ કરોડની રીકવરી !

રાજ્ય સરકારના ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અનેક કેસોમાં ટેક્સની વસુલાત નથી થઇ ત્યારે હાલ યુધ્ધના ધોરણે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મોરબીના એક સિરામિક યુનિટ સહીત સાત એકમોમાં દર્દોં દરમિયાન થયેલ કાર્યવાહી બાદ આજે ૨.૭૫ કરોડની રીકવરી મેળવી હતી તેમજ જીએસટી વિભાગની ટીમ દ્વારા ફરીથી તપાસનો દોર આગળ વધાર્વામાવ્યો હતો અને ૩૨ ડીફોલ્ટર મળી કુલ ૯ કરોડ ૧૦ લાખની રીકવરી કરવામાં આવી છે

જીએસટીના વિભાગ ૧૦ ના અધિકારીઓની ટીમ દ્વારા કલમ ૭૧ હેઠળ મોરબી સહિતના કુલ ૩૨ એકમોમાં તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી મોટાભાગના એકમો એકમો મોરબીમાં હોવાનું જાણવા મળ્યું છે આ ૩૨ એકમોમાં અધિકારીઓએ તપાસ હાથ ધરતા કુલ કુલ નવ કરોડ દસ લાખની રીકવરી મેળવી હતી ઉપરાંત મોરબી તથા વાંકાનેરમાં છ પેટ્રોલપંપ વેટ વિભાગના ડીફોલ્ટરની યાદીમાં આયવા હતા ત્યાં તપાસ કામગીરી આગળ વધારવામાં આવી હતી

જેમાં કુલ ૯૮ લાખ ૩૧ હજારની રીકવરી પેટે જપ્ત કર્યા હતા અને તપાસ કામગીરી દરમિયાન કેટલાક પેટ્રોલપંપો બોગસ હોવાનું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે જે અંગે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે જીએસટી લાગુ થયા બાદ થતી ટેક્સ ચોરી અને રીટર્ન ફાઈલિંગની સમસ્યાના મુદે જીએસટી કમિશનર અને જોઈન્ટ કમિશ્નર સાથે અન્ય અધિકારીઓની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને ટેક્ષ ચોરી રોકવા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે જે કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જીએસટી કચેરીના સુત્રો જણાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat