



મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે સફાઈ અભિયાન ચલાવી સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવા આજરો મોરબીના ગાંધીચોક ખાતે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સફાઈ અભિયાન ચલાવી સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા,જ્યોતિસિંહ જાડેજા,આપાભાઈ કુંભારવાડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

