મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકોએ ગાંધીનગરમાં ધરણામાં ભાગ લીધો

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક દિન નિમિતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સુચના અન્વયે પડતર માંગણીઓ અંગે વારંવાર રજુઆતો છતાં સરકાર તરફથી પ્રશ્નોના નિરાકરણ ના મળતા નાછૂટકે પથીકાશ્રમ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મોરબી સંઘના પ્રમુખ આગેવાનીમાં શિક્ષકોએ ધરણામાં ભાગ લીધો હતો. શિક્ષકોના પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના લાગુ કરવી, સમાન કામ સમાન વેતન, પગારપંચની વિસંગતતાઓ દુર કરવી તેમજ બિન શૈક્ષણિક કામગીરી ના સોપવા સહિતની માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે. ગાંધીનગર ધરણા કર્યા બાદ હજુ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો આગામી ૫ ઓક્ટોબરના રોજ જંતરમંતર ખાતે કેન્દ્ર સરકાર સમક્ષ રાષ્ટ્રીય કક્ષાનો ધરણા કાર્યક્રમ આપવામાં આવશે તેવો હુંકાર પણ શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat