રામાનંદી સાઘુ સમાજનું ગૌરવ, પીએસઆઈ પરીક્ષામાં ઉતીર્ણ


મોરબી જીલ્લાના માળિયા તાલુકાના દેરાળા મેઘપર નિવાસી રામાનુજ રાધિકા ચંદ્રકાન્તભાઈએ ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરીને સમગ્ર રામાનંદી સાધુ સમાજ નું ગૌરવ વધાર્યું છે. તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે અને સમાજની સેવા કરતા રહે તેવી શુભકામનાઓ સૌ કોઈ પાઠવી રહ્યા છે. રામાનંદી સાધુ સમાજના દીકરા દીકરીઓ આજે ઉચ્ચ અભ્યાસમાં આગળ વધી રહ્યા છે તો સાથે પોલીસ જેવી પડકારરૂપ નોકરીમાં કારકિર્દી બનાવવા યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. રામાનંદી સાધુ સમાજની દીકરીએ પીએસઆઈ પરીક્ષા પાસ કરીને સમાજની અન્ય દીકરીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે.