


મોરબીમાં ગઈકાલ રાત્રીના વીરપર પાસે વડવાળા યુવા સંગઠન દ્વારા રમાઈ રહેલ રાત્રી ટુર્નામેન્ટમાં પોલીસ અને પ્રેસની ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ અને પત્રકાર બંનેની લાઈફ દોડધામ ભરી હોવાથી ક્રિકેટના માધ્યમથી મનોરંજન મળી રહે તેમજ કાયમ પ્રજાની સમસ્યા માટે આમને સામને રહેતા પત્રકારો અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો બંધાયેલા રહે તે હેતુ થી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બુધવાર રાત્રીના પોલીસ અને પ્રેસ વચ્ચે ૨ મેચ રમાયા હતા અને બંને મેચમાં મોરબી પ્રેસની ટીમ વિજેતા બની હતી.પ્રથમ મેચમાં તાલુકાની ટીમે ૮૨ ટાર્ગેટ આપ્યો હતો જે પ્રેસની ટીમે સહેલાઈથી પૂર્ણ કર્યો હતો.ત્યારબાદ બીજો મેચ હળવદ પોલીસ ટીમ સાથે યોજાયો હતો જેમાં પ્રેસની ટીમે ૧૧૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ હળવદ પોલીસ ટીમ આ ટાર્ગેટ પૂર્ણ ન કરી શકતા બંને મેચમાં પ્રેસની ટીમ વિજેતા બની હતી.આ મેચ ફ્રેન્ડલી મુકાબલા માટે નહો પણ મનોરંજનના હેતુથી રમાયો હતો અને હાજર લોકોએ પોલીસ અને પ્રેસના મિત્રોની ક્રિકેટ રમતને ભરપુર માણી હતી.પ્રેસ ટીમમાં રવિ મોટવાણી (ETV),રવિ સાણદિયા (GS TV),રાજેશ આંબલીયા (TV 9),નીલેશ પટેલ (સંદેશ ન્યુઝ ચેનલ),હરનીશ જોષી (vtv),સહિતના પત્રકારોએ ભાગ લીધો હતો.મેચ દરમિયાન તાલુકા પોલીસ પીએસઆઈ ગઢવી સહિતના અધિકારીઓ અને સસ્ટાફે હાજરી આપી હતી.

