



મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થયો છે અને ખેડૂતો તેમજ માલધારીઓ સહિતના સામાન્ય લોકો પરેશાની ભોગવી રહ્યા છે જેથી મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રાજ્યના રાહત કમિશ્નર સચિવને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે મોરબી જીલ્લામાં ચાલુ માસે પાંચ ઇંચ જેવો નહીવત વરસાદ થયો છે જેના કારણે જીલ્લાના તમામ વિસ્તારોમાં માલધારી, પશુપાલકો, ખેડૂતો અને જનતા મુશ્કેલીમાં મુકાઈ છે ચાલુ વર્ષે પીવાના પાણી સહિતની સમસ્યા છે સાથે મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવેથી સૌ કોઈ પરેશાન છે અને લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે પશુઓનો ઘાસચારો અને ખાનદાણ મોંઘા થયા છે
જેથી મોરબી જિલ્લાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી રાહત પેકેજની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે અને આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા માહિતી મેળવી ઘટિત કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે



