મોરબીમાં ગંદકી બાબતે પાલિકામાં રજૂઆત

મોરબીમાં ગંદકી,રોડ-રસ્તા,સ્ટ્રીટ લાઈટજેવી વિવિધ સમસ્યાઓ વધી રહે છે જેને કારણે પાલિકા તંત્ર સામે લોકોનો રોષ જોવા મળે છે તેમજ અવારનવાર મોરબીવાસીઓની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે અને લોકોને રોગ-ચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.જેમાં આજ રોજ મોરબી સિવિલ હોસ્પિટલ કવાર્ટર વળી શેરીના રહેવાસીઓ આજે પાલિકાએ પહોચ્યા હતા અને ચીફ ઓફિસરને  ગંદી અને રોડ બાબતે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ વાળી શેરીમાં છેલ્લા ધણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ છે અને સફાઈના નામે મીંડું છે તો વહેલી સફાઈ કરાવવા અને રોડ કરવા જે અંગે માંગ કરી હતીં જે બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં સફાઈ થઇ જશે અને રોડ રસ્તાના કામ ચાલુ છે તે રોડ પણ થઇ જશે જેથી લત્તાવાસીઓ રાહતનો શ્વાસ લીધો.

Comments
Loading...
WhatsApp chat