

મોરબી તાલુકાના સાત ગામોમાં પીવાના પાણી મળતા ના હોય જેથી બોર આધારિત પાણી પીવા મજબુર હોય જેથી આ ગામોના સરપંચ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને મંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવીને પ્રશ્નના ઉકેલની ખાતરી આપવામાં આવી છે
મોરબી તાલુકાના પાનેલી, મકનસર, જાંબુડિયા, લખધીરપુર, કાલિકાનગર, બંધુનગર, ગીડચ સહિતના ગામો બોર આધારિત છે અને પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધુ હોવાથી પીવાલાયક રહેતું નથી જેથી આ ગામના સરપંચો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને આ ગામોના પીવાના પાણીના પ્રશ્ને મંત્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને સભ્ય સચિવને પત્ર લખીને પ્રશ્નના ઉકેલ માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે
જેમાં આ ગામોના પાણીના પ્રશ્ને પાનેલી મકનસર જૂથ પાણી પુરવઠા યોજના અન્વયે ટેન્ડર પ્રક્રિયા કરીને વહેલી તકે કામ ચાલુ કરીને ગામનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તે અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા સુચના આપી છે અને કાર્યવાહી અંગે અરજદાર અને મંત્રીને જાણ કરવા તાકીદ કરી છે જેથી આ ગામોનો પીવાના પાણીનો પ્રાશન વહેલી તકે ઉકેલાઈ જશે તેવો આશાવાદ ગામના સરપંચોએ વ્યક્ત કર્યો હતો