Billboard ad 1150*250 Billboard ad 1150*250

અચ્છે દિનની આશામાં જીવતા મોરબીવાસીઓને વિવિધ સમસ્યામાંથી મુક્ત કરવા રજૂઆત

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને લેખિત આવેદનમાં જણાવ્યું છે કે ઓદ્યોગિક નગરી મોરબીને અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે જેમાં મુખ્યત્વે તૂટેલા રોડ રસ્તા ઉપરાંત ખાડા અને કાદવ-કીચડથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. તે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં ફાટફાટ ગંદકી સહિતના પ્રશ્નોથી ખરડાયેલી જોવા મળે છે. શહેરની સરકારી બેંકમાં ગ્રાહકોને પ્રતિદિન ગેરવર્તન સહન કરવા પડી રહ્યા છે. મહેન્દ્રનગર ગામની હદમાં આવેલી કાલીન્દ્રી નદી નજીકના રસ્તા પર રોડનું નામોનિશાન નથી જેથી ભારે વાહનો જે જુના ઘૂટું રોડથી સમપર્ણ હોસ્પિટલ પાસે હાઈવે બહાર નીકળે છે ત્યાંથી ગેરકાયદેસર વાહનો પરિવહન કરતા હોઈ તથા વાહન કેપેસીટી કરતા તેમજ મળેલી પરમીટ કરતા વધારે માલ ભરેલો હોય જે કરચોરી કરીને કાયદાથી બચવા આવા વાહનોને પસાર થવાનો માર્ગ મળી રહે છે. આવી અનેક સમસ્યાઓ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી અચ્છે દિનની આશામાં જીવતા મોરબીવાસીઓને વિવિધ સમસ્યામાંથી મુક્ત કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat