મોરબીમાં તૂટેલા રોડ રસ્તાઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તહેવારો આવી સ્થિતિમાં કેમ ઉજવવા ? યક્ષ પ્રશ્ન

        મોરબીના નાગરિકોને ક્યારેય સારા રોડ રસ્તાઓ તંત્ર આપી શક્યું નથી તો વળી ચોમાસાની ઋતુમાં જે બિસ્માર રસ્તાઓ છે તે પણ તૂટેલી ફૂટેલી હાલતમાં થઇ ગયા છે ત્યારે આવી સ્થિતિમાં તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તેવો પ્રશ્ન ઉદભવે તે સ્વાભાવિક છે અને આ અંગે સામાજિક આગેવાને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે

        વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેરના રસ્તાની હાલત ખરાબ છે મોરબીના હાર્દ સમા નગર દરવાજા ચોકમાં ખાડા જોવા મળે છે જેથી સીનીયર સીટીઝન, બીમાર, વૃધ્ધો અને મહિલાઓ તેમજ બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન, જન્માષ્ટમી, ૧૫ ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોમાં લોકો હરવા ફરવા જતા હોય છે પરંતુ શહેરના તૂટેલા રોડ રસ્તામાં તહેવારો કેવી રીતે ઉજવવા તે યક્ષ પ્રશ્ન જોવા મળે છે જેથી તહેવારોને અનુલક્ષીને જનહિત માટે વહેલી તકે મોરબી નગરપાલિકા તેમજ માર્ગ અને મકાન વિભાગ વચ્ચે સંકલન કરીને રસ્તા રીપેર કરવવા જરૂરી છે જેથી આ અંગે યોગ્ય પગલા ભરવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat