

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હળવદ પંથકમાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી થતી જાય છે ખેડૂતો ચિંતામાં ડુબતો જાય છે ત્યારે હળવદ તાલુકાના 15 જેટલા ગામોના ખેડૂતો ધાગંધ્રા બ્રાંચ નર્મદા કેનાલનું પાણી પેટા વિભાગ નં.19માં છોડવા માટે તાલુકા પંચાયત પ્રમુખ એ ઉગ્ર રજુઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને કરી હતી, ખેડુતોઓ ને પીયત માટે તાત્કાલિક ધોરણે પાણી મળી રહે તેવી રજુઆત કરી હતી,
હળવદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં પિયત માટે પાણીની સમસ્યા સર્જાય છે જેમાં તાલુકાના રાયસંગપુર, મયુરનગર, ધનાળા,મિયાણી,પ્રતાપગઢ,ચાડધ્રા, વેગડવા સુખપર શક્તિનગર કોઇબા ઘનશ્યામ ગઢ માનસર પરતાપ ગઢ દેવડીયા મીયાણી સહિતના 15થી વધુના ગામોના ખેડુતોઓ ને પિયત માટે પાણી મળી રહે તેવી રજૂઆત હળવદ તાલુકા પચાંયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રજુઆત કરી હતી, જણાવ્યું હતું કે સરકાર દ્વારા આષાઢી બીજના દિવસ ધ્રાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે તેમ છતાં આજે 15 દિવસ વિતવા છતાં પાણીનું એક પણ ટીપું પણ પિયત માટે મળ્યું નથી અને પંથકમાં વાવણી લાયક વરસાદ પણ વરસ્યો નથી ત્યારે ખેડૂતોની હાલત દિન બદીન કાફોડી થતી જાય છે, આથી ધ્રાંગધ્રા બ્રાન્ચે કેનાલની પેટા વિભાગ નંબર 19માં પાણી છોડવા માટે રજૂઆત કરી હતી
હળવદની જીવાદોરી સમાન ગણાતો બ્રાહ્મણી 2 ડેમમાં પાણી નહિવત હોવાથી સિંચાઈનું પાણી મળતું નથી ત્યારે જો ધાગંધ્રા બ્રાંચ નર્મદાનું પાણી બ્રાહ્મણી ડેમમાં વધારે છોડવામાં આવે તો આશરે 15 ગામના ખેડૂતોને પિયત માટે પાણી મળી શકે એમ છે તો તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે તેવી હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી હતી



