

મોરબીમાં તાલુકા તથા સીટી પોલીસ લાઈન ખાતે નવનિર્મિત પોલીસ આવસોના તથા મહિલા પોલીસ સ્ટેશનનું આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.જેમાં ઉદધાટક તરીકે રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઈ કવાડિયા ઉપસ્થિત રહેશે તથા મુખ્ય અતિથી તરીકે સાંસદ મોહન કુંડારિયા અને અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં પધારવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.પટેલ,મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ,મોરબી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જે.એચ.ઝાલાએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.