

અગાઉ પાલિકા તંત્રને રજુઆતો કરી થાક્યા બાદ
હવે કલેકટર સમક્ષ વેદના ઠાલવી
મોરબી શહેરના છેવાડાના વિસ્તારના રહીશોને પીવાનું પાણી, લાઈટ સહિતના પાયાના પ્રશ્ને અનેક રજુઆતો છતાં કોઈ નિવેડો નહિ આવતા સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી પ્રશ્નોના નિકાલની માંગ કરી છે
મોરબીના લાયન્સનગરના રહેવાસી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શનાળા બાયપાસ નજીકની લાયન્સનગર સોસાયટીના રહીશો સાથે પાલિકા તંત્ર ઓરમાયું વર્તન દાખવે છે અનેક લેખિત અને મોખિક રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે આ વિસ્તારમાં એક માસથી ૭૦ ટકા લોકો પાણી માટે વલખા મારે છે અને કચેરીએ રજૂઆત કરવા જાય તો કોઈ અધિકારી હાજર હોતા નથી પ્રશ્નના ઉકેલ માટે માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ ઉનાળો શરુ થવા છતાં એક માસથી પાણી મળતું નથી તે ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તા સહિતના પ્રશ્નો લાંબા સમયથી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ વિસ્તારના રહેવાસી સાથે કેમ આવું વર્તન કરાય છે તેવા સવાલો ઉઠાવીને વિસ્તારના રહીશોના હિતમાં યોગ્ય પગલા ભરવા માંગ કરી છે મોરબીના છેવાડાના વિસ્તાર એવા ફિદાઈ પાર્ક, આનંદનગર, લાયન્સનગર, સહિતના વિસ્તારોના પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરી છે