મોરબી ખાતે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિ



ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં શ્રી ખોખરા હનુમાનજી હરિધામખાતે પ્રખ્યાત કથાકાર પૂજયશ્રી કંકેશ્વરી દેવીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ શ્રી સદ્દગુરુ સારસ્વત સમારોહની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વ્યાસપીઠનું પૂજન કર્યું હતું. આ તકે પૂજ્ય શ્રી કંકેશ્વરી દેવીજી સાથે સંસ્કૃત પાઠશાળા તેમજ સંસ્થામાં ચાલતી અનેક ધાર્મિક પ્રવૃતિઓ બાબતે ચર્ચા કરી હતી તેમજ સારસ્વતોના પ્રવચનમાં ભાગ લીધો હતો
આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયા સહિતના સ્થાનિક કાર્યકરો જોડાયા હતા. ત્યારબાદ શ્રી કબીરધામ ખાતે આગામી ૩૦ સપ્ટેમ્બરે પૂજ્યશ્રી મોરારી બાપુની રામ કથાના થનાર પ્રારંભ અન્વયે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે રાખેલ આયોજકો અને સ્વયં સેવકોની બેઠકમાં પણ જોડાઈને પોથી યાત્રાના સુચારું આયોજન અંગે દિશા નિર્દેશ કર્યો હતો. વિશાલ ઘોડાસરા, શ્રી રવિ સનાળિયા વિગેરે સાથે પરામર્શ કર્યો હતો. અયોધ્યાપૂરી રોડ ઉપર શ્રી જલારામ મંદિર સામે આવેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના જનસંપર્ક કાર્યાલયે ઉપસ્થિત અગ્રણીઓ શ્રી રુચિર કારીયા સહિતનાઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
જિલ્લા પંચાયત ખાતે પક્ષના સતાવર જાહેર થયેલા પ્રમુખ પદના ઉમેદવાર શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારઘી તેમજ ઉપપ્રમુખ પદના ઉમેદવાર હીરાભાઈ ટમારીયાના નોમિનેશન વખતે અન્ય આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ તરીકે સત્તાવાર જાહેર થયેલા પ્રવીણભાઈ સોનગ્રાને રૂબરૂ અભિનંદન પાઠવ્યા હતા. શ્રાવણ માસના ધાર્મિક પર્વે ખ્યાતનામ શોભેશ્વર મંદિરમાં રખાયેલ ભંડારા અને સમૂહ ભોજનમાં ઉપસ્થિત રહી પૂજા અર્ચન કર્યા હતા. શોભેશ્વર મંદિરના મહંત અગ્રણીઓ મનુભાઈ, સુરેશભાઇ, ગિરિરાજ સિંહ તેમજ બળવંત સનાળિયાની સાથે સમહુ ભોજનનો પ્રસાદ આરોગ્યો હતો.