Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સામાકાંઠા જવા માટેનો બેઠો પુલ તૈયાર, ટ્રાફિક સમસ્યામાં મળશે રાહત !

મોરબીથી સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જવા માટે હજારો વાહનો અવરજવર કરતા હોય છે જેથી સામાકાંઠે જવા માટે હમેશા ટ્રાફિક સમસ્યા રહેતી હોય જેને પગલે મચ્છુ નદી પર બેઠો પુલ બની રહ્યો હતો જે તૈયાર થઈને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે

મોરબીના મચ્છુ નદી પરનો બેઠો પુલ તૈયાર થઇ જતા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે બેઠો પુલ જે ખટકી વાસ નજીકથી શરુ થાય છે અને સામાકાંઠે નટરાજ ફાટક પાસે પૂર્ણ થાય છે જે પુલને પગલે સતત ટ્રાફિક રહેતો હોય તેવા વીસીફાટક અને પાડા પુલ પરથી જવાને બદલે નાના વાહનો બેઠા પુલ પરથી પસાર થઇ સકે છે

તો ટૂ વ્હીલર જેવા નાના વાહનો બેઠા પુલ પરથી પસાર થવાને પગલે ભારે વાહનોને પણ પાડાપુલ અને મયુર પુલ પર ટ્રાફિક સમસ્યા હળવી બનશે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ બેઠો પુલ તૈયાર થઇ ગયો હોય જેથી વાહનચાલકોને આ પુલનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat