

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ ને માત્ર ૭ મહિના જેટલો સમય બચ્યો છે ત્યારે કચ્છ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ 65-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના અપેક્ષિત કાર્યકર્તાઓની એક અગત્યની મિટિંગનું આયોજન થયું.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કચ્છ લોકસભા બેઠક માટે નિયુક્ત પ્રભારીઓ કે.સી.પટેલ (પ્રદેશ મહામંત્રીશ્રી, ભા.જ.પ.), રણછોડભાઈ રબારી (પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર), વર્ષાબેન દોશી (પૂર્વ ધારાસભ્યશ્રી, વઢવાણ), હિતેશભાઈ ચૌધરી (પ્રદેશ અગ્રણી,યુવા ભા.જ.પ.), દિલીપજી કે. ઠાકોર (પ્રમુખ, સમી તાલુકા પંચાયત), મેઘજીભાઈ કંઝારીયા (સંગઠન પ્રભારી, મોરબી જિલ્લા ભા.જ.પ.), બીપીનભાઈ દવે (સંગઠન પ્રભારી, કચ્છ જિલ્લા ભા.જ.પ. તથા પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા ભા.જ.પ.), તથા કાંતિભાઈ અમૃતિયા (પૂર્વ ધારાસભ્ય, મોરબી-માળિયા) સહિતના મહાનુભાવોએ એ ઉપસ્થિત રહીને ચૂંટણીલક્ષી વ્યુહરચના તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબી શહેર, મોરબી તાલુકો, માળીયા(મી.) તાલુકો તથા માળીયા (મી.) શહેરના સંગઠનના તમામ હોદેદારો, માળીયા તા.પંચા.ના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન, મોરબી નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન તેમજ કાઉન્સિલર તથા સેલ-મોરચાના હોદેદારો, તાલુકા પંચાયતના સદસ્ય તથા સરપંચ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમા ટાઉનશીપ મુકામે યોજાયેલી આ કાર્યકર્તા સંમેલન થી ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર થયો છે અને આજથી જ કામે લાગી જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.