Billboard ad 1150*250

વરસાદ અસર : હળવદ તાલુકામાં પડ્યો આફતનો વરસાદ

0 98
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદ તાલુકામાં ગત રાત્રીના ભારે વરસાદ વરસ્યો હતો જેને પગલે અનેક તારાજી સામે આવી છે ત્યારે હળવદના કડીયાણા ગામે ૯૦ જેટલા પશુઓના મોત થતા માલધારી પરિવારમાં શોક વ્યાપી ચુક્યો હતો

Post ad 2

હળવદ તાલુકામાં ગત મોડી રાત્રે ખાબકેલા સાબેલાધાર વરસાદથી પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હળવદની જીવાદારો સમાન ગણાતો બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા તેનો પાણી માનગઢના વાડી વિસ્તારમાં ફરી વળ્યો હતા અને વાડી વિસ્તારમાં ખેત તલાવડાઓ ભરાઈ ગયા હતા. તેમજ માનગઢથી ટીકર જવાના રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે ભણવા જતા 50થી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

હળવદ તાલુકાના ચરાડવા, કડીયાણા, માથક, સુંદરી ભવાની, સરંભડા, પાંડાતીરથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારની રાત્રિએ પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજાએ વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે પશુઓ તણાઈ ગયાના બનાવ બન્યા હતા. તેમજ ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની થયાંનું જાણવા મળી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોની બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ચરાડવા ગામે રહેતા હિંમતભાઈ ત્રિભોવનભાઇ સોનગરાનું મકાન કુવાકાંઠે હોય જેથી મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરવખરી તેમજ મકાનો કાટમાળ કુવામાં ખાબકયો હતો. જ્યારે કડીયાણા ગામે રહેતા હીરાભાઈ ભરવાડ અને શાંતિભાઈ પટેલના મકાનની પણ દીવાલ ધરાશાયી થયાંનું સામે આવ્યું છે. જોકે સદનસીબે અન્ય કોઇ જાનહાનિ ન થયાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજી તરફ ચરાડવા ગામે આવે તળાવમાં વરસાદી પાણીની આવકને પગલે તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. જેના કારણે તળાવની બાજુમાં આવેલ આંબેડકર નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય હતી.જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી નદી ગાંડીતુર બનતા આ નદીના પાણી અને રણનું પાણી પુરની જેમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યાં છે આ પુરમાં 23 લોકો ફસાયા છે જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવા એન.ડી.આર.એફની ટીમને બોલાવવામાં આવી છે.એનડીઆરએફની ટીમ દ્વારા ર્સ્ક્યું કરીને લોકોની બચાવવામાં આવ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat