


આજથી અઢી દાયકા પૂર્વે પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રવેશી વર્ષો સુધી સવાર સાંજના ન્યુઝપેપર, મેગેજીનો અને ટીવી ચેનલો સાથે જોડાયેલા રહેનાર અને છેલ્લા ૨૦ વર્ષથી માત્ર અને માત્ર અકિલા પરીવારના સભ્ય તરીકે “અકિલા” માં સીનીયર પત્રકાર તરીકે કાર્યરત અઢી દાયકાના પોતાના બેદાગ વ્યક્તિત્વ સાથે એક ખરા પ્રજાના પ્રહરી એવા પ્રવીણભાઈ વ્યાસ નો આજે જન્મદિવસ છે.
લોકોની સમસ્યાને વાચા આપવા અને લોક પ્રશ્નોને તંત્ર સુધી અસરકારક રીતે પહોંચાડી સમસ્યાના ઉકેલ લાવવા કાર્યરત પ્રવીણભાઈ વ્યાસ પત્રકાર મિત્રોમાં દાદાના હુલામણા નામથી જાણીતા છે જેને આજે જીવનના ૫૯ વર્ષ પૂર્ણ કરીને ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. “ફૂલથી કોમલ અને વ્રજથી પણ કઠોર દિલ ધરાવતા દાદાના આજે જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર-મિત્રો તેમજ પત્રકાર મિત્રો અને રાજકીય અગ્રણીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં ૯૮૨૫૪ ૮૭૪૧૨ પર શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે

