

વિધાનસભા ચૂંટણી 2022મા ભારતીય જનતા પાર્ટી 60 પ્લસ અને નો-રિપીટ થિયરી વચ્ચે નવા જ ચહેરાઓ મેદાનમાં ઉતારવા નવી સ્ટેટેજી બનાવી છે. જે અન્વયે ભાજપે હળવદ -ધ્રાંગધ્રા બેઠક ઉપરથી મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને ટિકિટ આપી છે. અને હવે મતદાનને આડે થોડા જ દિવસોનું અંતર રહ્યું છે. ત્યારે ભાજપના પ્રત્યેક ઉમેદવાર પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે ગત શુક્રવારના રોજ ધ્રાંગધ્રા ખાતે પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અને તેમણે વિજયનો જયઘોષ બોલાવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધા ખાતે આઈ. કે જાડેજા સાહેબ તેમજ પૂર્વ સાસંદ ભાવનાબેન દવેના અધ્યક્ષ સ્થાને 64-હળવદ -ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં ગત તા : 25-11-2022 ને શુક્રવાર ના રોજ બપોરે 2:30 કલાકે ધ્રાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઉપસ્થિત રહી હતી જેને પગલે કેસરીયો માહોલ સર્જાયો હતો. અને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહિલાઓએ પ્રકાશભાઈ વરમોરાને આગામી ચૂંટણીમાં વિજયી બનાવવામાં પ્રતિબધ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.