મોરબીના વાવડી રોડ પર રહેતો પ્રજાપતિ યુવાન ગુમ

મોરબીના વાવડી રોડ પરનો રહેવાસી પ્રજાપતિ યુવાન ગુમ થતા પરિવારે પોલીસને જાણ કરી છે જેમાં વાવડી રોડ પરના મીરા પાર્કના રહેવાસી ઉર્વીશાબેન પ્રજાપતિએ પોલીસને જણાવ્યું છે કે તેના પતિ ચેતન અમૃતભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૮) વાળા નવા બસ સ્ટેન્ડ નજીક બજાજ ફાયનાન્સમાં નોકરી કરતા હોય જે કોઈ કારણોસર તા. ૦૫ ના રોજ બપોરના સુમારે કોઈને કહ્યા વિના બાઈક સાથે ક્યાંક જતા રહ્યા છે જેથી પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat