મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ

અખિલ ગુજરાત પ્રજાપતિ મહા સંઘ દ્વારા આગામી તારીખ ૧૧ ને શનિવારના રોજ મોરબી મુકામે મોરબી જીલ્લાનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે તા. ૧૧ ને શનિવારના રોજ સાંજે ૪ કલાકે વરિયા પ્રજાપતિ સમાજની વાડી, વરિયા મંદિર સો ઓરડી મોરબી-૨ ખાતે મોરબી જીલ્લા કક્ષા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પધારવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્યું છે. વિદ્યાર્થી સન્માન સમારોહમાં સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે તે ઉપરાંત સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat