મોરબી જીલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધામાં પ્રફુલકુમાર દઢેયાએ બાજી મારી



હળવદના કડીયાણા ગામના દઢેયા પ્રફુલકુમાર મેલજીભાઈ ખેલ મહાકુંભમાં એથલેટીક્સ ઓપન વિભાગ ૮૦૦ મીટર દોડમાં મોરબી જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થામ મેળવીને કડીયાણા ગામનું તથા તેના પરિવારનું નામ રોશન કર્યું છે.પ્રફુલકુમાર આગામી દિવસોમાં યોજાનાર રાજ્યકક્ષાએ ૮૦૦ મીટર દોડમાં રમવા જશે.આ તકે તેના પરિવાર અને સાથી મિત્રો તેમના પર શુભેચ્છા વર્ષાવી રહ્યા છે.