અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે પ્રભાતભાઈ આહીરની વરણી



અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની તાજેતરમાં કારોબારી બેઠક મળી હતી જેમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે મોરબીના પ્રભાતભાઈ આહીરની વરણી કરવામાં આવી છે.
પ્રભાતભાઈ આહીર હાલ મોરબી જીલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળી રહ્યા છે અને તેમની નિમણુક અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે કરવામાં આવી છે તો આ સંગઠનમાં રાજ્યના પ્રમુખ તરીકે કચ્છના અગ્રણી અને રાજ્યમંત્રી વાસણભાઈ આહીર જવાબદારી નિભાવી રહ્યા છે
જયારે રાજ્યના કાર્યકારી પ્રમુખ તરીકે મુકેશભાઈ દવે અને મહામંત્રી તરીકે હસુભાઈ ભગદેવ અને કચ્છ ઝોનના ઉપપ્રમુખ તરીકે હિમતદાન ગઢવીની નિમણુક કરવામાં આવી છે મોરબી ટ્રાન્સપોર્ટ જગતના અગ્રણી પ્રભાતભાઈ આહીરની વરણીને સૌ કોઈ આવકારી રહ્યા છે

