મોરબીમાં ગાંધી જયંતી નિમિતે પ્રભાત ફેરી અને સર્વધર્મ પ્રાર્થના

’’એકતાયાત્રા’’ અને ગાંધી જન્મ જયંતિ ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ

કલેકટર કચેરી સભાખંડ ખાતે કલકેટર આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને ’’એકતાયાત્રા’’ અને મહાત્મા ગાંધી જન્મજયંતિ ઉજવણી સંદર્ભે એક બેઠક યોજવામાં આવી હતી.

ઓકટોમ્બર અને નવેમ્બર-૨૦૧૮ ના માસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉદઘાટન અન્વયે ’’એકતાયાત્રા’’નું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જે સંદર્ભે મોરબી જિલ્લામાં મા નર્મદાયાત્રા મુજબ એકતા યાત્રાના રૂટ નકકી કરવા માટે આયોજનની બેઠક કલકેટરના અધ્યક્ષસ્થાને મળી હતી. અને દરેક વિભાગના અધિકારીઓને આ એકતાયાત્રા આયોજન માટે જરૂરી સુચના આપી હતી. જયારે ૨જી ઓકટોમ્બર-૧૮ ના રોજ મહાત્માગાંધી જન્મ જયંતિના દિવસે સવારે પ્રભાતફેરી, સવારે ૮-૦૦ કલાકે ટાઉનહોલ ખાતે સર્વધર્મ પ્રાથના તેમજ સાંજે ભજનસંધ્યાનું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં ભાજપ અગ્રણીઓ રાઘવજીભાઇ ગડારા, જયોતિસિંહ જાડેજા, પોલીસ વડા, નિવાસી અધિક કલેકટર, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી-મોરબી, જિલ્લાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Comments
Loading...
WhatsApp chat