


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહીના પગલે ગત રાત્રીના મોરબી પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો તથા આગામી દિવસમાં વરસાદ વરસવાની શક્યતાને કારણે મોરબી જિલ્લા રમતગમત અધિકારી સત્યજીત વ્યાસએ જણાવ્યું હતું કે, મોરબીમાં યોજાનારી તાલુકા કક્ષાની એથ્લેટીકસની સ્પર્ધા મોકુફ રાખવામાં આવી છે. તેથી સ્પર્ધકોએ આ સ્પર્ધાની આગામી તારીખ khelmahakumbh.orgની વેબસાઈટ પર મુકવામાં આવશે જેની દરેક સ્પર્ધકોએ નોંધ લેવા રમત ગમત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.