પોસ્ટમેનની હડતાલ યથાવત, માળિયા સબ ઓફીસ સામે ધરણા-સુત્રોચ્ચાર કર્યા



ગ્રામ્ય વિસ્તારમાં ડાક સેવકો તરીકે ફરજ બજાવતા તમામ પોસ્ટના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે જેમાં આજે માળિયા કચેરી ખાતે ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ગ્રામીણ ડાક સેવકો ગત સપ્તાહથી સાતમાં પગારપંચની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને હડતાલ બાદ રેલી અને આવેદન સહિતના વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે ત્યારે આજે ઓલ ઇન્ડિયા પોસ્ટલ કર્મચારીઓ પાંચમાં દિવસે માળિયા સબ ઓફીસ સામે ધરણા યોજી સુત્રોચ્ચાર કર્યા હતા. જીડીએસ યુનિયન સંગઠન મોરબી જીલ્લાના પ્રભાત ડાંગરની આગેવાની હેઠળ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા. અને સાતમાં પગારપંચની માંગ સ્વીકારવા સરકાર સામે પ્રદર્શન કર્યું હતું.

