મોરબીના સો ઓરડી વિસ્તારમાં પોસ્ટમેન પર હુમલો, પોલીસ ફરિયાદ

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ડીલીવરી માટે ગયેલા પોસ્ટમેન પર સામન્ય બાબતે આ વિસ્તારના રહેવાસી શખ્શે હુમલો કરી દેતા ચકચાર મચી છે અને પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ભાઈ દેવશીભાઈ રાજોડીયા ગત તારીખ ૩૧ ના રોજ રૂટિન કામ મુજબ પોસ્ટ સહિતના જે પાર્સલ આવ્યા હોય તેની ડિલિવરી કરવા માટે સો ઓરડી વિસ્તારમાં ગયો હતો ત્યારે રાજુ મલાભાઈ રાતડીયા નામના શખ્સે એમ કહીને પોસ્ટમેન માર માર્યો કે તને ના પાડી છે ને કોઈને પૂછ્યા ઘરમાં ઘુસીને ટપાલ દેવા જાય છે

જે અંગે દોઢ વર્ષ પહેલાં માથાકૂટ થઈ હતી અને ફરિયાદી પોસ્ટમેન તારીખ ૩૧ ના રોજ ફરી તે વિસ્તારમાંથી નીકળો હશે ત્યારે જૂની અદાવતનો ખાર રાખી આરોપી રાજુએ ફરિયાદીને માર માર્યો હતો બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ આર.જે.મલેક ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat