માધાપર વિસ્તારમાં સિમેન્ટ રોડની નબળી કામગીરીની રાવ, આંદોલનની ચીમકી

મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નં ૦૬ માં માધાપર શેરી નં ૧,૩,૫,૭,૮,૯,૧૧,૧૬,૧૭ અને ૨૪ માં સિમેન્ટ રોડનું કામ કોન્ટ્રાકટર અજય કન્ટ્રકશન નામના કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં ટેન્ડરની રકમ ૮૧,૯૯,૯૦૧ છે જે ૨૪.૨૫ ટકાના ડાઉન ભાવથી રૂપિયા ૬૨,૧૧,૨૨૫ ના ભાવથી મંજુર થયેલ છે જેના વર્ક ઓર્ડર તા. ૦૮-૦૬-૧૭ ના રોજ આપવામાં આવ્યા હોય આ કામગીરી નબળી થતી હોવાનું તેમજ ભૂગર્ભના ઢાંકણા ઢાંકી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

મોરબી નગરપાલિકાના માજી કાઉન્સીલર અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્ર કણઝારીયાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે કામની મુદત છ માસમાં પૂર્ણ કરવાની છે પરંતુ કામના કન્સલ્ટન્ટ મનીષભાઈ રૂપારેલીયા દ્વારા કોઈ પ્રકારનું સુપરવિઝન કરવામાં આવતું નથી. નિયમ મુજબ ખોદાણ, પીસીસી અને સીસી કામ કરવામાં આવતું નથી. કોન્ટ્રાક ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવા છતાં તેમજ રોડનું નબળું કામ તથા ભૂગર્ભ ગટર બુરી દેવા છતાં જો કોન્ટ્રાકટરના બીલ ચૂકવાઈ જતા હોય તો કામ પર સુપરવાઈઝર અને કન્સલ્ટન્ટ રાખી લાખો રૂપિયાની ફી ચૂકવવાનો શું મતલબ છે તેવા સવાલો ઉઠાવીને આ કોન્ટ્રાકટ માં પણ તેને ૨૮,૪૬,૧૦૯ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. ભૂગર્ભ ગટર ઢાંકણા બુરી દેવાયા છે જેથી ભૂગર્ભ ગટર કોઈપણ જગ્યાએ ચોક અપ થશે ત્યારે ગટર ચાલુ કરી રીતે કરશો તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે તેમજ આ ફરિયાદને ધ્યાનમાં લઈને ભૂગર્ભ ગટર ના ઢાંક ણા વહેલી તકે ખોલાવી આપવા અને રોડની નબળી કામગીરી અંગે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવા માંગ કરી છે. તેમજ કોઈ પગલા નહિ ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Comments
Loading...
WhatsApp chat