Billboard ad 1150*250 Billboard ad 1150*250

પ્રદુષણ ફેલાવનારા સાવધાન : રાત્રીના વેસ્ટ ભરેલા વાહનોના પરિવહન પર પ્રતિબંધ

અધિક જીલ્લા કલેકટર કેતન જોષીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મોરબી જીલ્લામાં આવેલા ઓદ્યોગિક એકમો જેવા કે સિરામિક ઉદ્યોગ, પેપરમિલ, લીમીનેટ શીટ કારખાના, ફ્રીટ મેન્યુ. એકમો તથા સોડીયમ સીલીકેટણા એકમો નેશનલ હાઈવે પર અને એપ્રોચ રોડ પીપળી રોડ, ઘૂટું રોડ, લખધીરપુર રોડ, માટેલ રોડ અને સરતાનપર રોડ વિસ્તારમાં કંપનીના ગંદા પાણી અને જોખમી ઘન કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવતો હોય છે જે અંગે અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લા અધિક કલેકટર કેતન જોષીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે તા. ૨૩-૦૭-૨૦૧૮ થી ૨૨-૦૯-૨૦૧૮ સુધી લાગુ રહેશે જાહેરનામાં મુજબ રાત્રીના ૧૦ કલાકથી સવારે ૬ સુધી ગંદા પાણીના ટેરીવેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય જોખમી ઘન કચરો વહન કરતા ટેન્કર અને તેના જેવા અન્ય તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવી દીધો છે જેમાં મોરબી જીલ્લાના નેશનલ હાઈવે પર તથા તેના એપ્રોચ રોડ જેવા કે પીપળી રોડ, ઘૂટું રોડ, જુના ઘૂટું રોડ, લખધીરપુર રોડ, માટેલ રોડ, સરતાનપર રોડ, જાંબુડિયા રોડો, હળવદ રોડ સહિતના વિસ્તારોમાં આ જાહેરનામું લાગુ પડશે

જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતા ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર બનશે ઉલ્લેખનીય છે કે વિવિધ ઉદ્યોગોના ગંદા પાણી, કેમિકલયુક્ત વેસ્ટ અને જોખમી ઘન કચરાનો રાત્રીના અંધકારમાં ગમે ત્યાં નિકાલ કરી દેવામાં આવતો હતો જેથી પર્યાવરણને વ્યાપક નુકશાન થતું હોય અને જન આરોગ્યને નુકશાન થતું હોય જેથી પ્રદુષણ રોકવા માટે તંત્ર દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat