Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાની પેટા ચુંટણી, છ બેઠકો માટે યોજાશે મતદાન

ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી જંગ, કોણ બાજી મારે છે તેના તરફ મીટ ભાજપને હરાવવા જાગૃત પાટીદાર દીકરાના નામે પત્રિકા ફરતી થઇ

મોરબી નગરપાલિકાની ત્રણ વોર્ડની છ બેઠકો માટે આજે પેટા ચુંટણી યોજવામાં આવશે જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

મોરબી નગરપાલિકાની છ ખાલી પડેલી બેઠકો પર મંગળવારે પેટા ચુંટણી યોજવામાં આવશે જેમાં ભાજપ અને કોંગ્રેસના ૧૨ ઉમેદવારો વચ્ચે સીધી જંગ જોવા મળશે ખાલી પડેલી તમામ બેઠકો કોંગ્રેસની હોય જેથી તે બેઠકો પરત મેળવવા કોંગ્રેસ મથામણ કરશે તો ભાજપ મહતમ બેઠક પર વિજય મેળવવાનો પ્રયાસ કરશે જેથી હાલ કોંગ્રેસ શાસિત પાલિકાને જાળવી રાખવા કોંગ્રેસે વધુ બેઠકો પર જીત હાંસલ કરવી જરૂરી બની ગઈ છે આજે યોજાનાર પેટા ચુંટણીની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે

તો કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટના કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સકે તેવા હેતુથી મંગળવારના રોજ મોરબી નગરપાલિકાની પેટા ચુંટણીઓ માટે મતદાન યોજાનાર છે. જેથી લોકપ્રતિનિધિત્વ ધારા, ૧૯૫૧ ની કલમ-૧૩૫(બી) મુજબ કારખાના ધારા, ૧૯૪૮ હેઠળ આવા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. અને તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર,માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ નાયબ નિયામક મોરબીની યાદીમાં જણાવ્યું છે

પાટીદાર પુત્રના નામે પત્રિકા ફરતી થઇ, ભાજપને હરાવવા અપીલ

પાલિકાની પેટા ચુંટણીના એક દિવસ પૂર્વે પાટીદાર સમાજનો એક જાગૃતિ દીકરાના નામે પત્રિકા ફરતી થઇ છે જેમાં ખેડૂતોને પાક્વીમાં, અને પાટીદારોને અનામતની માંગ સાથે હાર્દિક પટેલે કરેલા ઉપવાસ છતાં સરકાર ઝુકી ના હતી તેમજ પાટીદાર યુવાનો જેલમાં છે ત્યારે આ પેટા ચુંટણીમાં ભાજપને હરાવવા અપીલ કરવામાં આવી રહી છે અને મોરબી પાટીદાર આંદોલનનું એપી સેન્ટર હોય જેથી ભાજપ જીતશે તો આંદોલનને મોટો ફટકો પડશે અને આ વોર્ડમાંથી ભાજપ હારશે તો આંદોલનને મોટું બળ મળશે જેથી ભાજપને હરાવવા અપીલ કરવામાં આવી રહી છે

Comments
Loading...
WhatsApp chat