

મોરબી નગરપાલિકાની ખાલી પડેલી છ બેઠકો પર આજે પેટા ચુંટણીમાં સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો અને સાંજ સુધીમાં છ બેઠકો પર સરેરાશ ૪૩.૫૧ ટકા મતદાન નોંધાયું હતું
મોરબી પાલિકાના ત્રણ વોર્ડની છ બેઠકોની પેટા ચુંટણી માટે આજે મતદાન યોજાયું હતું જેમાં ૪૦ બુથ પર પોલીસના ચુસ્ત પહેરા વચ્ચે મતદાન યોજાયું હતું છ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ૧૨ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે ત્યારે પેટા ચુંટણીને લઈને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ ૨ પીઆઈ, ૪ પીએસઆઈ, ૯૩ પોલીસ કર્મચારી અને ૮૪ હોમગાર્ડ સહીત ૧૮૩ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો
આજે પેટા ચુંટણીના પ્રારંભે ભારતી વિધાલય ખાતેના બુથમાં છબરડા બાદ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું જેમાં વોર્ડ નં ૦૧ માં કુલ ૫૨.૩૬ ટકા, વોર્ડ નં ૦૩ માં ૩૪.૦૭ ટકા અને વોર્ડ નં ૦૬ માં ૪૫.૫૮ ટકા મતદાન અને છ બેઠકો માટે સરેરાશ ૪૩.૫૧ ટકા મતદાન નોંધાયું હતું જેમાં ૪૪.૬૧ ટકા પુરુષો અને ૪૨.૨૯ ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું હતું