મોરબી પાલિકાની એક બેઠકની પેટા ચુંટણીમાં ૩૧.૮૧ ટકા મતદાન

મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૦૨ ની એક બેઠક પર આજે પેટા ચુંટણી યોજાઈ હતી જેમાં સાંજ સુધીમાં માત્ર ૩૧.૮૧ ટકા જેટલું નીરસ મતદાન યોજાયુ છે

મોરબી પાલિકામાં ભાજપ પાસે ૨૬ અને કોંગ્રસ પાસે ૨૫ સભ્યોના સંખ્યાબળ સાથે યોજાઈ રહેલી એકમાત્ર પેટા ચુંટણીમાં જીત મેળવવી બંને પક્ષો માટે જરૂરી હોય ત્યારે આજે વોર્ડ નં ૦૨ ની એક બેઠકની પેટા ચુંટણી માટે સવારથી શરુ થયેલા મતદાનમાં મતદારોએ નીરસતા દાખવી હતી અને સવારે ૮ થી ૧૦ એમ પ્રથમ બે કલાકમાં માત્ર છ ટકા જ મતદાન નોંધાયું હતું

તો સાંજે ૫ સુધીમાં માત્ર ૩૧.૮૧ ટકા જ મતદાન નોંધાયું છે જેમાં ૧૫૫૭૬ કુલ મતદારો પૈકી ૨૫૯૨ પુરુષ અને ૨૩૬૩ સ્ત્રીઓએ મતદાન કરતા ૩૧.૮૧ ત ક મતદાન નોંધાયું છે આજે રજાના દિવસે પણ મતદાનની ટકાવારી ઓછી રહેતા જીતના દાવા કરનાર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ મૂંઝાયા છે અને મતદારો કોના પર પસંદગીનો કળશ ધોળે છે તે મંગળવારે જ નક્કી થશે

Comments
Loading...
WhatsApp chat